રાજકોટ: ટ્રાફિક નિયમોનું પાલન અને વાહનચાલકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે ‘મેગા હેલ્મેટ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.