વાકાનેર શહેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા/ફાંગલીયા (ઉ.વ. ૩૫) નામના યુવકને પત્ની સાથે મનમેળ ન હોય, ઘર કંકાસ થતો હોય, જેથી અવારનવાર પત્ની રિસામણે જતી રહેતી હોય, ત્યારે મનોમન આ વાતનું લાગી આવતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….