આજે તારીખ 31/08/2025 રવિવારના રોજ સવારે 10 કલાકે આપેલ ડેમની માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં આવેલ 5 ડેમ 100%થી વધુની પાણીની આવક સાથે ઓવર ફ્લો થયા. જેમાં કાળી 2 ડેમ અને ઉમરીયા ડેમ અને અદલવાડા ડેમ તેમજ કબુતરી ડેમ તેમજ માછણડેમ ઓવર ફ્લો થવા પામ્યા છે. જ્યારે પાટાં ડુંગરી, 98.17%, વાકલેશ્ર્વર ડેમ 79.02% અને હડફ ડેમ હજુ પણ 91.82% સુધી ભરાયા છે.