વડોદરા : કાયાવરોહણ થઈ એક કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ અંતરયાળ રસ્તે જવાનો છે.જે ચોક્કસ માહિતીને આધારે એલસીબીની ટીમે કાયાવરોહણ ખાનપુર ચોકડી ખાતે વોચ ગોઠવી હતી.દરમ્યાન કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાં છોટાઉદેપુરનો દિનેશ ભીલ જણાઈ આવ્યો હતો.કારમાં તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી.જે મામલે એલસીબીએ 6 લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.