જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે પશુઓમાં રોગચાળો ન ફેલાય એ માટે પશુપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.જૂનાગઢ જિલ્લામાં થયેલ ભારે વરસાદ ના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પશુઓના જાન માલને નુકશાન ન થાય તેમજ અતિવૃષ્ટી-પુરના કારણે પશુઓના સ્વાસ્થયને આડ અસરથી તેમના દુધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે પશુપાલકોને પશુઓની ભારે વરસાદ દરમિયાન લેવાની થતી કાળજીઓથી માહિતગાર કરવા પશુપાલન વિભાગ દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.