મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એસટી વિભાગની નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રીએ 70 નવીન એસટી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકાર્પણ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પણ નવીન એસટી બસમાં બેઠા હતા અને પોલીસ હેડક્વાર્ટસથી સર્કિટ હાઉસ સુધી મુસાફરી કરી હતી.