સાયલા એસપી પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અસરકારક કામગીરી કરવા માટે એલસીબી પીઆઈ જે.જે. જાડેજાને સૂચના આપી હતી. આથી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને એક્શન પ્લાન બનાવી જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ધજાળા પોલીસ સ્ટેશનના દારૂના ગુનાના 1 વર્ષથી ફરાર આરોપી જયરાજભાઈ શાંન્તુભાઈ બોરીયા જડપી પડ્યા હતા