વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે આજરોજ તા. 24/09/2025, બુધવારે સવારે 10 વાગે ધોળકા ખાતે સાજી તલાવડી વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર - 1 માં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખુલ્લો મુક્યો હતો. આ નિમિત્તે નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. વિવિધ રોગના તબીબોએ દર્દીઓને તપાસી સારવાર કરી હતી.