ભાણવડ શહેર ભાજપ દ્વારા મહાજન પાંજરાપોળ ગૌશાળા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ઉજવાયેલા સેવા પખવાડિયા અંતર્ગત, ભારતીય જનતા પાર્ટી ભાણવડ શહેર ભાજપ દ્વારા આયોજીત મહાજન પાંજરાપોળ ગૌશાળા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં શહેર પ્રમુખ, મહામંત્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહેલા હતા.