વડોદરા : એમ.એસ.યુનિવર્સિટી નવા વીસી પ્રોફ ડો.ભાલચંદ્ર મહાદેવ ભણગે દ્વારા યુનિવર્સિટીના જુદાજુદા ફેકલ્ટીની મુલાકાત કરવામાં આવી રહી છે.ત્યારે,ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં વડા અને શિક્ષકો દ્વારા વીસીને ફેકલ્ટી વિશે માહિતી આપવામાં આવી હતી.સાથેજ તેમણે વિદ્યાર્થીઓને વધુ લાભ મળે તેવી સુવિધાઓ ઉભી કરવા પર ભાર મુક્યો હતો.