ઈચ્છાપોર વિસ્તારમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી.ડુપ્લીકેટ દારૂ, કેમિકલ, સ્ટીકર, સહિતની સાધન સામગ્રી મળી 5 લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ચલાવતા પ્રહલાદ માળીની ઈચ્છાપોર પોલીસે ધરપકડ કરી હતી. જે આરોપી દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તે પ્રકારનું ગંભીર કૃત્ય કરવામાં આવ્યું હતું.જેની ગંભીર નોંધ લઈ આરોપીને પાસા હેઠળ અમદાવાદની જેલ મોકલી અપાયો હતો.