ગોધરા તાલુકાના ટુવાપેટે કાશીપુરા ગામે રહેતા 41 વર્ષીય રાજેન્દ્રભાઈ કાંકણપુર શિવપુરી ગામે આવેલા પી બી બારિયાના તબેલામાં હેમીના સોલર પ્લાન્ટ માં સોલર પ્લેટના બેઝમાં કલરકામ કરી રહ્યા હતા, જે દરમ્યાન તેઓ પર વીજવાયર પડતા કરંટ લાગ્યો હતો, જેને લઈને કલરકામ કરતા શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, સમગ્ર મામલે પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.