આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે તા. 27/08/2025, બુધવારે સવારે 9 વાગે ધોળકા તાલુકાના કોઠ ગામ નજીક આવેલ ગણપતિપુરા ખાતે સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિરમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.