શુક્રવારના 2 કલાકે સર્જાયેલા ટ્રાફિકજામની વિગત મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર ચાલી રહેલી આરસીસી રોડની કામગીરી ને લઇ તંત્ર દ્વારા એક જ રોડ ઉપર ડાઈવર્ઝન આપી વહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો. જેના કારણે આજરોજ ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડથી ધરમપુર જતા રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાતા ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા રસ્તા ઉપર ઉતરી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.