મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી સીલિંગ સુધીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે ખાટલે મોટી ખોટ કહેવત સાર્થક થતી હોય તેવી ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં જ્યાંથી મોરબી શહેરના લોકોને ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી રહી છે તે ત્રણ માળની ઈસ્ટઝોન કચેરીમા જ ફાયર સેફટી લાગેલી નથી.