શહેરના અરીહંત નગરમાં રહેતા આરોપીએ આઠ લોકોને ગોલ્ડ લોન ઓક્શન તથા પાક ધિરાણ લોન રીન્યુ માટે ઓનલાઈન ફંડીગમાં રોકાણ કરી સારું વળતર મેળવવાની લાલચ આપી રૂપિયા 1.45 લાખની ઠગાઈ કરી હોવાની ઘટના સામે છે.રૂપિયા પરત આપવા માટે વાયદા કરતો આરોપી પરિવાર સમેત પલાયન થઇ જતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.