આજે તારીખ 21/08/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાકે દાહોદ જિલ્લા એગ્રો એસોસિયેશન દ્વારા નાયબ ખેતી નિયામકને યુરિયા સાથે આવતું ટેગિંગ બાબતે આવેદન પત્ર આપ્યું.દાહોદ જિલ્લા એગ્રી ઇનપુટ ડીલર એસોસિએશન દ્વારા જિલ્લા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ને આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમાં યુરિયા સાથે બિનજરૂરી નેનો ડીએપી,નેનો યુરિયા, એનપીકે, એએસ, નર્મદા ફોસ તેમજ IPL નું પોલીહેલાઇટ જેવી પ્રોડક્ટ જેનો દાહોદ જિલ્લામાં વપરાશ ખુબજ ઓછો થાય છે જેને લઇને રજૂઆત કરાઇ.