વડોદરા : છેલ્લા બે અઠવાડિયાથી પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ ના લેક્ચર સોસ્યોલોજી ડિપાર્ટમેન્ટમાં લેવાતા નથી,ફેકલ્ટીમાં પ્રોફેસરની અછત પણ છે તે કારણ થી જ લેક્ચર લેવામાં આવતા નથી,ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા. AVBP નું કહેવું છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.