પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના બોરીયા, ચારી, મોર, ઉંડારા, ખૂટકર, કોઠા, આસુંદરિયા, જુનાખેડા, બલુજીના મુવાડા અને રમજીની નાળ સહિત 10 ગામોના લોકોએ નવીન ગોધર તાલુકામાં સમાવેશનો કડક વિરોધ કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષ 2000માં સંતરામપુરમાંથી શહેરા તાલુકામાં સમાવેશ બાદ હાલ તેઓ શહેરા તાલુકાની શાસકીય સગવડોથી સંતોષ છે. ગોધર મથક 25 કિમી દૂર હોવાને કારણે મુસાફરી મુશ્કેલ છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગામજનોએ ચેતવણી આપી છે