સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. જેથી બ્રિજની સલામતી સુનિશ્ચિત કરી શકાય. જે વાહનચાલકોએ સાપુતારા તરફ જવાનું હોય અને જેમના વાહનો ભારે છે તેમને હવે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. જેમાં લકઝરી બસો વઘઇ-આહવા થઈ સાપુતારા આવી શકે છે. આ વૈકલ્પિક માર્ગ થોડો લાંબો છે, પરંતુ તે ભારે વાહનો માટે સુરક્ષિત છે.