કચ્છમાં ભારે વરસાદના લીધે ટપ્પર ડેમના ૧૪ માંથી ૭ દરવાજા આજે બપોરના પોણા બે વાગે ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વરસી રહેલા ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની મોટી આવક ચાલુ જ છે. હાલમાં ડેમના ૭ દરવાજા ૦.૩ મીટર ખોલવામાં આવ્યા છે. આથી અંજાર તાલુકાના ટપ્પર, પશુડા અને ભીમાસર તથા ભચાઉ તાલુકાના ચીરઈ નાની અને ચીરઈ મોટી ગામના લોકોએ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા અને સતર્ક રહેવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ છે.