સરદારગઢ ગામે રહેતા જેન્તીભાઈ ત્રાંબડીયા સ્મશાને ગયા હતા ત્યારે કોઈ ઝેરી જંતુ પગના ભાગે કરડી જતા આખો પગ સોજી જવા સાથે રસી ફેલાઈ ગયા હતા. તેમને તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલે લવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર પછી પણ રસી કાબુમાં ન આવતા રાજકોટ રીફર કરાયા હતા. તેઓ હાલ ત્યાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પગના સોજા અને રસીને ફેલાતી અટકાવવા માટે ડોક્ટરો પ્રયાસ કરી રહ્યા છે.