ગણેશોત્સવના પાવન અવસર પર નવસારીના ચિત્રકૂટ યુવા મંડળ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિવિધ રોગોની તપાસ તેમજ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પનું આયોજન તા. ૩૧ ઓગસ્ટ, રવિવારે સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધી શ્રી સર્વાંગી રોહિત સમાજ-નવસારીના સંસ્કૃતિ ભવન ખાતે રાખવામાં આવ્યું છે. આ સેવા પ્રયત્નથી ગામના લોકોને આરોગ્ય જાગૃતિ અને યોગ્ય સારવારનો લાભ મળશે.