ગોધરા શહેરમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમી અને બફારા બાદ આખરે મેઘરાજાનું આગમન થયું છે. શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને બુધવારે રાત્રે વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી છેલ્લા બે દિવસથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. શહેરીજનો ખુશખુશાલ થઈને આ ઠંડા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. આ વરસાદ ખેડૂતો માટે પણ રાહતરૂપ સાબિત થશે.