સાઠંબા પટેલના મુવાડા ગામને જોડતો વર્ષો જુનો પુલ છેલ્લા બે ચોમાસાથી ક્ષતિગ્રસ્ત થયો હતો. ચાલું ચોમાસાએ તો પુલ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયો હતો.સાઠંબા સરપંચ ધ્રુવકુમાર પંચાલ અને પટેલના મુવાડા સરપંચ મૂળજીભાઈ મકવાણાએ બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને આ ક્ષતિગ્રસ્ત પુલ બાબતે રજૂઆત કરતાં ધારાસભ્ય ધવલસિંહ અને સૌના સહિયારા પ્રયાસથી રાજ્ય સરકારે સાઠંબા અને પટેલના મુવાડા વચ્ચે સરળ રસ્તા પરના પુલ માટે 2.10 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરતાં શુક્રવારના રોજ ધારાસભ