શામળાજીના ધંધાસણ ગામની સીમમાંથી જિલ્લા એલસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે બે મોટરસાયકલ પરથી લઈ જવામાં આવતો ૪૯૭ નંગ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.બંન્ને મોટરસાયકલ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ રૂ. 4,54,900 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.