તા. 26/09/2025, શુક્રવારે રાત્રે 9 વાગે બાવળા તાલુકાના અમીપુરા ગામની સીમમાં સાંકડા રોડના કારણે એક ટ્રકનો પાછળનો ભાગ રીક્ષાને અડી જતા રીક્ષા ચાલકે ટ્રક ચાલક સાથે માથાકૂટ કરી ફોન કરી અન્ય ઈસમોને ઘટના સ્થળે બોલાવ્યા હતા. ટ્રક ચાલક ઉપર તથા તેને બચાવવા વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિ ઉપર આરોપીઓ એ લાકડી વડે હુમલો કર્યો હતો. આ સંદર્ભે કેરાળા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.