આમ આદમી પાર્ટી પુર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં મેઘપર કુંભારડીની વિવિધ સોસાયટીઓના લોકોએ આજે મહાનગરપાલીકા કચેરીએ જઈ મ્યુનીસીપલ કમિશ્નરને રજુઆત કરી જણાવાયું કે,મેઘપર કુંભારડી વિસ્તારમાં ગંદકી,પીવાના પાણીની સમસ્યા, રોડ રસ્તા, ગટરના પાણી રોડ પર વહી રહ્યાછે.વરસાદી પાણીનો જલભરાવ જેવી અનેક સમસ્યાઓવકરીછે.અને લોકો અનેક હાલાકી ભોગવી રહ્યા છે.જેઅંગે મહાનગરપાલીકા દ્વારાદિવસ 10માં કોઈ કામગીરી કરવામાં નહી આવે તો ભૂખ હડતાલ કરવામાં આવશે.