ગણદેવી તાલુકાના સરીખુર્દ ગામે આજે વાઇલ્ડલાઇફ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વાઇલ્ડલાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી, સરીસૃપ સંરક્ષણ સોસાયટી સૂરત તથા વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો, દિલ્હી ના સંયુક્ત તત્વાવધાન હેઠળ યોજાયો હતો. વર્કશોપમાં વન્યજીવન અને માનવ સહઅસ્તિત્વના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો તથા વન્યજીવનના ગેરકાયદેસર વેપારને રોકવા માટે જાગૃતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.