શામળાજી નજીક આવેલ મેશ્વોડેમમાં ભારે વરસાદ બાદ પ્રોટેક્શન વોલ તૂટી જતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. દરરોજ આશરે 40 ગામના લોકો ડેમ કિનારે અવરજવર કરતા હોય,તેમનું જીવન જોખમમાં મુકાયું છે.વોલ તૂટ્યા બાદ તંત્રે રીપેરીંગ માટે માત્ર માટી,મીડિયો પુરી કામ શરૂ કર્યું,પરંતુ આ કામગીરીની ગુણવત્તા અંગે શંકા ઉભી થઈ છે.આરસીસી કે સળીયા વગરનું કામ હોવાથી ક્યારેક વાહન ડેમમાં ખબકવાની શક્યતા વધી રહી છે.સ્થાનિકોમાં તંત્રની નબળી કામગીરી અંગે ભારે નારાજગી જોવા મળી.