બોટાદ બોટાદ જિલ્લામાં PBSC અને 181 મહિલા અભ્યમ ટીમની સંયુક્ત કામગીરીથી મહિલા અરજદારને તેની 3 વર્ષની બાળકી સાથે ફરી મિલન કરાવવામાં સફળતા મળી છે. સાથે જ લાંબા ગાળાના કાઉન્સેલિંગ બાદ દંપતી વચ્ચે સુખદ સમાધાન પણ કરાવવામાં આવ્યું છે.જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તૈરેયા અને જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ. આઈ. મંસૂરીના માર્ગદર્શન હેઠળ મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે ત્યારે મહિલાનું તેમની દીકરી સાથે સુખદ મિલન કરાવ્યું