નવસારી જિલ્લામાં ખેતીની જમીન બિનખેતીની કરાવ્યા બાદ હવે 7/12 ના પાનિયા બંધ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. પરંતુ જૂની નોંધણીને લઈને વિસંગતતાઓ સર્જાતા જિલ્લા બાર એસોસિએશન દ્વારા નોંધણીમાં સુધારો કરવાની માંગ ઉઠી છે. વકીલોનું કહેવું છે કે બિનખેતીની જમીન વેચાણ બાદ અનેકવાર માલિક બદલાવા છતાં પ્રોપર્ટી કાર્ડમાં માત્ર પ્રથમ બિનખેતી કરાવનારનું નામ જ નોંધાશે, જેના કારણે વર્તમાન માલિકો માટે કાનૂની મુશ્કેલીઓ ઉભી થશે.