સુરત, ઉધના: આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરતના ઉધના વિસ્તારમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની હાજરી જોવા મળી હતી.જનસભાને સંબોધતા ગુજરાત આપના નેતા ગોપાલ ઇટાલિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકારની નીતિઓની ટીકા કરી અને જનતાના પ્રશ્નોને વાચા આપી હતી. ઇટાલિયાના ભાષણ દરમિયાન, ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું.