બીલીમોરા ખાતે રાવલનગર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ બાપ્પાના વિસર્જન પ્રસંગે સોસાયટીના સભ્યોએ પ્રાચીન સંસ્કૃતિ સાથે પર્યાવરણ જાગૃતિનો ઉત્તમ સંદેશ આપ્યો. માટીના ગણપતિ બાપ્પાની સ્થાપના કરી વિદાય પ્રસંગે તળાવ કે નદીમાં વિસર્જન કરતાં સોસાયટીમાં જ પાણીમાં વિસર્જન કરાયું. જેમાં ધારાસભ્ય નરેશ પટેલ હાજર રહ્યા હતા.