વિકાસની વણઝાર ગામડાના આંગણે સૂત્ર સાથે કામ થઈ રહ્યા છે. જે અંતર્ગત ગુરૂવારે સવારે બપોરે 12 વાગ્યે માણસા ડેપોમાંથી માણસા-પાટવેલ સુપર ડિલક્ષ અને માણસા-વડોદરા મીની બસને ધારાસભ્ય જે.એસ.પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુસાફોરને આરામદાયક સુવિધાઓ સાથે મુસાફરી મળે તેવા હેતુથી સરકાર દ્વારા નવીન બસો ફાળવવામાં આવે છે. જે અંતર્ગત માણસા ડેપોમાં વધુ બે બસનો ઉમેરો થયો છે.