દાહોદ જિલ્લાના દાહોદ ઘટક ૧ તમામ માસના ચોથા મંગળવારે પૂર્ણા દિવસ/અન્ન વિતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને થીમ મુજબ પૂર્ણા સખી-સહસખી મોડ્યુલમાંથી લિંગ ભેદ અને જેન્ડર વિશે, પૂર્ણા શક્તિ અને પૂર્ણા યોજના વિશે સમજ પણ આપવામાં આવી.