વિસનગર શહેરમાં જી. ડી.રોડ જૂની એલ.આઈ.સી ઓફિસ નજીક રાત્રિના સમયે ચોરોએ આતંક મચાવ્યો છે. રાત્રિના સમયે ચોરોએ એક ઘર તેમજ બે દુકાનના તાળા તોડી સોના ચાંદીના સહિત રોકડ મળી ત્રણેયમાંથી કુલ 1.81 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.