This browser does not support the video element.
વાવ: સરહદી વિસ્તારમાં વરસાદી માહોલ, અનેક ગામોમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ
India | Sep 5, 2025
તાલુકાના સરહદી વિસ્તારમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ તથા ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છવાયું છે.દિવસભરના બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસુ પાકને ફાયદો થવાની આશા છે.જ્યારે તાલુકાના ચોથાનેસડા, ટડાવ અને લોદરાણી સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે .આ વરસાદથી ખેડૂતોને ચોમાસુ પાકને મદદ મળશે.