મોરબી જિલ્લામાં ટંકારા-લતીપર રોડ પર સાવડી ગામ નજીક જોધપર ઝાલાના પાટીયા પાસે એક ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકને નોંધપાત્ર નુકસાન થયું છે.સ્થાનિક સૂત્રો અનુસાર, આ રોડની ગોળાઈને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આવી ઘટનાઓને રોકવા માટે રોડની ડિઝાઈન અને સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન આપવાની જરૂર છે. અકસ્માત બાદ ટ્રકને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.