કલોલ તાલુકા પોલીસે માનવતાની મિસાલ પેશ કરી છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન પાછળ આવેલા હનુમાનજી મંદિરમાં સેવાપૂજા કરતા નિરાધાર વૃદ્ધા ભગીબેનને રહેવા માટે નવું ઘર મળ્યું છે. ભગીબેન કુટુંબ વિહોણા હોવાથી એકલવાયું જીવન જીવી રહ્યા હતા. તેમની પાસે રહેવા માટે કોઈ સુવિધા ન હતી. આથી તેઓ મંદિર પટાંગણમાં જ વિશ્રામ કરતા હતા. વૃદ્ધાની આ પરિસ્થિતિ જાણીને કલોલ તાલુકા પોલીસની ટીમ તરત જ કાર્યરત થઈ. પોલીસે ભગીબેન માટે એક રૂમ અને રસોડા સાથેનું મકાન તૈયાર કરાવ્યું છે. હવ