સુરતની કોર્ટે ચેક રિટર્ન કેસમાં વેપારી દંપતીને એક વર્ષની કેદની સજા અને ₹1.18 લાખનું વળતર ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વેડરોડ પર રહેતા અને અક્ષર ટેક્સ્ટાઈલના નામે વેપાર કરતા જિજ્ઞેશ પટેલ હતા.જિજ્ઞેશ પટેલની મુલાકાત પ્રવીણ ધીરુભાઈ સિંગાલા અને તેમના પત્ની અનિતાબેન સાથે થઈ હતી, જેઓ બોમ્બે માર્કેટમાં સિંગાલા ટેક્સ્ટાઈલના નામે વેપાર કરતા હતા. સિંગાલા દંપતીએ જિજ્ઞેશભાઈ પાસેથી અલગ-અલગ સમયે ઉધાર પર કાપડ ખરીદ્યું હતું.