સુરતના ભાગળ, રાજમાર્ગ અને મકાઈ પુલ પરથી પસાર થઈ રહેલી ગણેશ વિસર્જનની યાત્રા પર સંપૂર્ણ મોનીટરીંગ કરવા શહેર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી.યાત્રા દરમ્યાન કોઈ કાંકરી ચાળો ન થાય અને અનિચ્છિય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસર્જન યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જે ડ્રોન કેમેરાથી કંડારવામાં આવેલ ગણેશજીની વિસર્જન યાત્રાનો આકાશી નજારો જોવા મળ્યો હતો.