પાટણ તાલુકાના ગુલવાસણા ગામમાં રબારી પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો છે.પ્રથમ ફરિયાદમાં આશાબેન પ્રવિણભાઈ રબારીએ પ્રભાતભાઈ અરજણભાઈ રબારી અને તેમના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. આશાબેન ગામમાં બાળકોને ભોજન આપવા જતા હતા ત્યારે આરોપીઓએ તેમને રોક્યા હતા. આરોપીઓએ અગાઉના ઝઘડાના ₹11 લાખની માંગણી કરી હતી. પૈસા ન આપે તો ઘર આગળ આવવા નહીં દેવાની ધમકી આપી હતી.બીજી તરફ, કિરણભાઈ પ્રભાતભાઈ રબારીએ પ્રવિણભાઈ અમરતભાઈ રબારી સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.