સિધ્ધપુર શહેરમાં આવેલા તિરૂપતિ માર્કેટના બીજા માળે એક ભિક્ષુકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે સિદ્ધપુર પોલીસે તપાસ હાથ ધરતા ભિક્ષુકની હત્યા તેના જ એક અન્ય સાથીદાર ભિક્ષુકે જ કરી હોવાનો ઘટસફોટ થયો હતો. પોલીસે હત્યાને અંજામ આપનાર આરોપી ભિક્ષુકને ઝડપી લઇ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.સિદ્ધપુર શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલી તિરુપતિ માર્કેટમાં બીજા માળે મંગળવારે એક ભિક્ષુકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી હતી