વલ્લભી વિદ્યાપીઠ અંગે નું સંશોધન આર્ક્યોલીજિસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 4 માસથી ચાલી રહ્યું છે , તે અંગે આજે દિલ્હીથી આર્ક્યોલોજિસ્ટ સચિવ વિવેક અગ્રવાલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી , અને ટુંક સમયમાં આ કામ વધુ ઝડપથી આગળ વધે અને વલ્લભી વિદ્યાપીઠ ક્યાં હતી, તેના પુરાવાઓ લોકો સમક્ષ આવે તે અંગે અધિકારીઓને સૂચના આપવામાં અવી હતી, ત્યાર બાદ આરકિયોલોજિસ્ટ વિભાગ દ્વારા મળેલા અવશેષો અંગે જાણકારી આપવામાં આવી હતી હાલ જે અવશેષો મળ્યા છે.