માલપુર તાલુકામાં આવેલો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે.ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત 12,600 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.ડેમ તેની મહત્તમ સપાટી વટાવી જતા રૂલ લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલી 12,600 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.હાલ ડેમની સપાટી 135.97 મીટર પર પહોંચી છે,જે રૂલ લેવલ છે.પાણી છોડાતા આગળના ગામોને નદી કાંઠે વસતા ગામલોકોને સાવચેતી રાખવા તથા નદીકાંઠા પાસે ન જવા અપીલ કરાઈ છે.