સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા સીતારામ નગર સોસાયટીના શેરીના નાકે મંગળવારની મોડી સાંજે હત્યાનો બનાવ બન્યો હતો.વિપુલ નિકમ નામના યુવકની ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી આરોપી વિપુલ વાળા નામના ઈસમે હત્યા કરી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે પુણા પોલીસે હત્યાનો ગુન્હો નોધી તપાસ શરૂ કરી હતી.પોલીસની તપાસમાં મૃતક વિપુલ નિકમ ના આરોપી પાસેથી રૂપિયા લેવાના નીકળતા હતા.જે બાબતે બંને વચ્ચે બોલચાલ બાદ માથાકૂટ થઈ હતી.