જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં મંદિરોને નિશાન બનાવતા તસ્કરોનો ત્રાસ જોવા મળી રહ્યો હતો ત્યારે જામનગર એલસીબી પોલીસની ટીમે આ તસ્કરોને ઝડપી પાડ્યા છે વાત કરવામાં આવે તો લાલપુર તાલુકાના ગલ્લા ગામ સહિત અનેક ગામોમાં આ તસ્કરોએ મંદિરમાં રાખેલા છતર સહિત ચોરી કરી હતી ત્યારે જામનગર એલસીબી પોલીસે બાતમીના આધારે આ તસ્કર ટોળકીને ઝડપી પાડી છે