ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.વાકાટીંબા,કંથારીયા, ગલી સીમરો,મોટા કંથારીયા,રામેળા સહિતના ગામોમાં વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળતા ખાસ કરીને મકાઈ,જુવાર અને અન્ય પાકને ખૂબ જ ફાયદો થવાનો છે.ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોતા ખેડૂતોને આ વરસાદે મોટી રાહત આપી છે.