વડોદરા : શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણીથી ત્રસ્ત સ્થાનિક લોકોએ એકત્ર થઈ દૂષિત પાણીની બોટલો સાથે પાલિકાની પૂર્વજોનની વોર્ડ નંબર ચારની કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. વારંવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.જેથી લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઇ છે.ત્યારે,વહેલી તકે પીવાનું ચોખ્ખુ પાણી આપવા માંગણી કરી હતી.